

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ નામાંકન તેમની અસાધારણ અને ઐતિહાસિક ભૂમિકા માટે છે, જે હેઠળ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સીઝફાયર કરવવામાં આવ્યું. ફોક્સ ન્યૂઝના એક રિપોર્ટ મુજબ, અમેરિકન સંસદ સભ્ય બડી કાર્ટરે ટ્રમ્પને આ પુરસ્કાર માટે પસંદ કર્યા છે. કાર્ટરે નોબેલ શાંતિ પુરસ્કાર સમિતિને લખેલા પત્રમાં કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસ સુધી ચાલેલા યુદ્ધનો અંત લાવવામાં મદદ મળી.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે આ સીઝફાયરની સમજૂતીની જાહેરાત ટ્રમ્પ દ્વારા સોમવારે મોડી રાત્રે કરવામાં આવી હતી, જે તાત્કાલિક લાગૂ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે, આ અગાઉ ઇઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં ઈરાને રોકેટ છોડ્યા હતા. બાદમાં, અમેરિકાએ પણ ઈરાનના 3 મુખ્ય પરમાણુ ઠેકાણાઓ પર હવાઈ હુમલા પણ કર્યા હતા. ઈરાને કતારમાં અમેરિકન એરબેઝ પર રોકેટથી હુમલો કર્યો હતો, પરંતુ અગાઉથી ચેતવણી આપવાને કારણે કોઈ નુકસાન થયું નહોતું. કાર્ટરે ટ્રમ્પની પ્રશંસા કરતા કહ્યું કે, તેમની નિર્ણાયક કાર્યવાહી અને પ્રભાવે એવી સમજૂતી કરાવી, જેને ઘણા લોકો અસંભાવ માનતા હતા.’ ટ્રમ્પના પ્રયાસો શાંતિ, યુદ્ધ રોકવા અને આંતરરાષ્ટ્રીય એકતાના આદર્શોને દર્શાવે કરે છે જેમને નોબેલ શાંતિ પુરસ્કાર સન્માનિત કરે છે.

આ પહેલી વખત નથી જ્યારે ટ્રમ્પને નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હોય. આ વર્ષની શરૂઆતમાં, અમેરિકન ધારાસભ્ય ડેરેલ ઇસ્સાએ પણ ટ્રમ્પને વર્ષ 2024ના તેમના વૈશ્વિક પ્રભાવ અને ચૂંટણી જીત માટે નામાંકિત કર્યા હતા. નોબેલની સત્તાવાર વેબસાઇટ અનુસાર, વર્ષ 2025ના શાંતિ પુરસ્કાર માટે કુલ 305 લોકો અને સંગઠનોને નામાંકિત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે પણ થોડા દિવસ અગાઉ નોબેલ સમિતિને પત્ર લખીને ટ્રમ્પને પુરસ્કાર આપવાની ભલામણ કરી હતી. તેમણે ભારત-પાકિસ્તાનના હાલના તણાવમાં ટ્રમ્પના નિર્ણાયક કૂટનીતિક હસ્તક્ષેપની પ્રશંસા કરી હતી.