fbpx

28 જૂન સુધી ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી

Spread the love
28 જૂન સુધી ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી

સુરતમાં બુધવારે મેઘરાજાએ પોરો ખાધો છે, પરંતુ છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. નર્મદાની નાંદોદમાં લગભગ 9 ઇંચ જેટલો વરસાદ પડી ગયો. દાહોદમાં 7 ઇંચ અને દક્ષિણ ગુજરાતમાં એવરેજ 5થી 7 ઇંચ વરસાદ પડ્યો.

ગુજરાતના હવામાન વિભાગે 25 જૂનથી 28 જૂન સુધી ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. 25 જૂનથી 28 જૂન સુધી આ દરેક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર , અમદાવાદ, રાજકોટ, બોટાદ, જુનાગઢ, મહેસાણા, દ્વારકા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા , સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે.

error: Content is protected !!