

વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો અને ઇટાલિયા 17554ની લીડથી ચૂંટણી જીત્યા.તો સવાલ એ છે કે શું શું ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ઇતિહાસમાં સૌથી વધારે મતથી જીત્યા છે?
વિસાવદરની ચૂંટણીનો ઇતિહાસ 63 વર્ષનો છે, પરંતુ 1995થી જોઇએ તો કેશુભાઇ પટેલ 58157 વોટ થી જીત્યા હતા. 2002માં ભાજપના ઉમેદવાર કનુ ભાલાળા, 45242 મતથી જીતેલા, 2007માં ભાજપના કનુ ભાલાળા ફરી જીત્યા, પરંતુ માર્જિન માત્ર 4229 મતનું જ રહ્યું હતું. 2012માં કેશુભાઇ GPP પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા અને 42186 મતથી જીત્યા હતા.2014ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના હર્ષદ રિબડીયા 10260 મતથ જીત્યા હતા. 2017માં ફરી રિબડીયા જીત્યા અને 23101 મતથ તેમની જીત થઇ. 2022માં ભુપત ભાયાણી 6904 મતથી જીત્યા હતા અને 2025ની પેટા ચુંટણીમાં ગોપાલની 17554 મતથી જીત થઇ