
-copy9.jpg?w=1110&ssl=1)
તમે કોઇને ફોન કરો તો એ પહેલા તમારે 40 સેકન્ડની સાયબર ફ્રોડ એલર્ટની ટ્યુન ફરજિયાત સાંભળવી પડે જે અમિતાભ બચ્ચનના અવાજમાં તૈયાર કરવામાં આવી હતી. આ કોલર ટ્યુનને કારણે લોકો ત્રાસી ગયા હતા અને કેન્દ્ર સરકારના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટને હજારો લોકોએ આ કોલર ટ્યુન બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
ફરિયાદ કરનારા લોકોનું કહેવું હતું કે, ઇમરજન્સીમાં ફોન કરવો હોય તો આ કોલર ટ્યુન અડચણ ઉભી કરી રહી છે. આમ પણ આ સાયબર ફ્રોડનું અભિયાન પુરુ જ થઇ ગયું હતું એટલે સરકારે ગુરુવારથી જ આ કોલર ટ્યુન બંધ કરવાની જાહેરાત કરી છે.
જો કે આ અભિયાનને કારણે સાયબર ફ્રોડથી બચવા લોકોમાં ખાસ્સી અવેરનેસ આવી હતી. લોકો હવે જાગૃત થયા છે.