

ભૂતપૂર્વ અભિનેત્રી અને વેલનેસ માટે કામ કરતા સના ખાન એ સુરતના જાણીતા સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડૉ. દીપ્તિ પટેલ સાથે એક હૃદયસ્પર્શી અને માહિતીસભર વાતચીત કરી. આ સંવાદમાં ગર્ભાવસ્થાની શારીરિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક પરિબળો પર ભાર મૂકવામાં આવ્યો. આ માત્ર એક તબીબી ચર્ચા નથી — પરંતુ દરેક મહિલા માટે માતૃત્વ તરફના પ્રથમ પગથિયે અપાતું માર્ગદર્શન છે.
બન્ને મહિલાઓ આ વાત પણ એકમત છે : માતૃત્વ એ ઈશ્વરની ભેટ છે. ગર્ભધારણથી જ સ્ત્રી એક રુપાંતરણ, શક્તિશાળી અને કરુણાભર્યા જીવનમાર્ગે આગળ વધે છે.

શરૂઆતનું સ્કેનિંગ:
ડૉ. પટેલનું મંતવ્ય છે કે શરૂઆતની સોનોગ્રાફી ખૂબ જ આવશ્યક છે — જે માત્ર ગર્ભની પુષ્ટિ જ નથી કરતી, પણ બાળકનો વિકાસ યોગ્ય રીતે થઈ રહ્યો છે કે નહીં તેની જાણકારી પણ આપે છે. જરૂર મુજબ યોગ્ય પગલાં લેવા માટે આ શરૂઆતનું સ્કેનિંગ બહુ જ ઉપયોગી સાબિત થાય છે.
શરીર અને મન
– ડૉ. પટેલ આયર્ન, ફોલિક એસિડ, પ્રોટીન અને હેલ્ધી ફેટવાળો પૌષ્ટિક ખોરાક લેવાની સલાહ આપે છે.
– સના શરૂઆતના તબક્કામાં આવતાં ભય અને ચિંતાને લઈને પોતાના અનુભવોની વાત કરે છે.
-ડૉ. પટેલ કહે છે કે આ ભાવનાઓ સામાન્ય છે અને તેનો ઉકેલ કેવી રીતે કાઢવો તેની વાત કરે છે.
ડૉકટર અને પેશન્ટ વચ્ચે ખુલ્લી વાતચીત
ડૉ. પટેલ પોતાનાકન્સલ્ટેશનનો અનુભવ શેર કરતા કહે છે કે કેવી રીતે પેશેન્ટને અપાયેલી યોગ્ય અને સચોટ માહિતીથી વિશ્વાસ પેદા થાય છે. તેનાથી માતા શાંત અને આત્મવિશ્વાસથી ભરપૂર બને છે. બન્ને ખુલ્લા સંવાદની તરફેણ કરે છે — જ્યાં પેશન્ટને ધીરજથી સાંભળવામાં આવે છે.

ગર્ભાવસ્થા: એક ભાવનાત્મક યાત્રા
માતૃત્વ એ સહાનુભૂતિ, સંસ્કૃતિ અને આસ્થા સાથે જોડાયેલ સહયાત્રા છે.
– ગર્ભાવસ્થાને ચમત્કાર અને જવાબદારી બંને તરીકે જૂઓ
– પહેલું સોનોગ્રાફી 6 થી 8 અઠવાડિયામાં અવશ્ય કરાવો.
– પૌષ્ટિક આહાર લો, આરામ કરો અને મેન્ટલ હેલ્થ પર ધ્યાન આપો.
– તમારા ડૉક્ટર, પરિવાર અને ધર્મનો આધાર લો.
– પ્રશ્નો પુછો — બાળક અંગેનો કોઈપણ પ્રશ્ન નાનો નથી.
તમે પ્રથમ વખત માતા બની રહ્યા હોય કે બીજાને માર્ગદર્શન આપી રહ્યા હો — આ વાતચીત એ શક્તિશાળી સંદેશ આપે છે કે :
માતૃત્વ એ પવિત્ર ઉત્સવ છે — અને દરેક સ્ત્રી તેની પરિપૂર્તિ માટે સહયોગ, કાળજી અને ઊજવણીની હકદાર છે.