

વેસ્ટ ઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝની પહેલી મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં રમાઈ રહી છે. આ મેચમાં 2 દિવસની રમત પૂરી થઈ ગઈ છે. આ 2 દિવસની રમતમાં કુલ 24 વિકેટ પડી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઈનિંગમાં 180 રન બનાવ્યા હતા. ત્યારબાદ મેજબન વેસ્ટ ઇન્ડીઝની ટીમની પહેલી ઈનિંગમાં 190 રન પર સમેટાઇ ગઈ હતી. પ્રથમ ઈનિંગના આધારે વેસ્ટ ઇન્ડીઝને 10 રનની લીડ મળી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ટીમે બીજા દિવસે (26 જૂન) સ્ટમ્પ્સ સુધી પોતાની બીજી ઈનિંગમાં 4 વિકેટ ગુમાવીને 92 રન બનાવ્યા હતા.
આ મેચમાં થર્ડ અમ્પાયર એડ્રિયન હોલ્ડસ્ટોક (દક્ષિણ આફ્રિકા) દ્વારા આપવામાં આવેલા નિર્ણયો પર વિવાદ જોવા મળ્યો છે. હોલ્ડસ્ટોકે આ મેચમાં 5 એવા નિર્ણયો આપ્યા છે, જે શંકાના દાયરામાં છે. તેમાંથી 4 નિર્ણય તો વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ હતા. વેસ્ટ ઇન્ડીઝના હેડ કોચ ડેરેન સેમી પણ વિવાદાસ્પદ નિર્ણયોને લઈને ગુસ્સે થઈ ગયા છે. સેમીએ હોલ્ડસ્ટોકની નિંદા કરી છે.

1. પહેલી ઘટના ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગની 46મી ઓવરમાં બની હતી. એ ઓવરમાં શમર જોસેફનો એક બોલ ટ્રેવિસ હેડના બેટ સાથે લાગીને વિકેટકીપર શાઈ હોપના હાથમાં ગયો. ત્યારબાદ ઓન-ફિલ્ડ અમ્પાયર, એડ્રિયન હોલ્ડસ્ટોક પાસે એ જાણવા માટે ગયા કે કેચ યોગ્ય રીતે લેવામાં આવ્યો છે કે નહીં. શરૂઆતના રિપ્લેમાં એવું પ્રતિત થાય કે છે કે બોલ બેટ સાથે લાગીને સીધો ગ્લ્વ્સમાં ગયો છે, જોકે બીજા એંગલથી જોવા પર અને ઝૂમ ઇન કરવા પર કંઈ સ્પષ્ટ દેખાતું નહોતું. ત્રીજા અમ્પાયરે બેટ્સમેનના પક્ષમાં નિર્ણય આપ્યો કે તેમની પાસે પૂરતા પુરાવા નથી કે બોલ સીધો ગ્લ્વ્સમાં ગયો.
2. બીજી ઘટના ત્યારે થઈ, જ્યારે વેસ્ટ ઇન્ડીઝની ટીમ બેટિંગ કરી રહી હતી. 21મી ઓવરમાં, જોશ હેઝલવુડના બોલ પર વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન રોસ્ટન ચેઝ પૂરી રીતે બીઆઇટી થયો અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ LBW માટે અપીલ કરી. જોકે ઓન-ફિલ્ડ અમ્પાયરે નોટ આઉટનો નિર્ણય આપ્યો. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનું માનવું હતું કે બોલ પહેલા પેડ પર લાગ્યો હતો, એટલે તેમણે રિવ્યૂ લેવાનો નિર્ણય લીધો. રિપ્લેમાં એ સ્પષ્ટ ન થઈ શક્યું કે બોલ બેટ પર ટકરાવા પહેલા પેડ સાથે લાગ્યો હતો? એડ્રિયન હોલ્ડસ્ટોકનું માનવું હતું કે બોલ પહેલા બેટ પર લાગ્યો છે અને ઓન-ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય કાયમ રહ્યો.
3. રોસ્ટન ચેઝ આખરે ત્રીજા અમ્પાયરના વિવાદાસ્પદ નિર્ણયનો શિકાર થઈ ગયો. 50મી ઓવરમાં પેટ કમિન્સના બીજા બોલ પર, ઓન-ફિલ્ડ અમ્પાયરે ચેઝને LBW આઉટ આપ્યો. ચેઝે તરત જ રિવ્યૂ લીધું. જ્યારે બોલ બેટની નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અલ્ટ્રા એજમાં સ્પાઇક સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પરંતુ થર્ડ અમ્પાયર એડ્રિયન હોલ્ડસ્ટોકે કહ્યું કે બેટ અને બોલ વચ્ચે ગેપ છે અને ઓન-ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય યથાવત રહ્યો.
4. વેસ્ટ ઇન્ડીઝ ઇનિંગ્સની 58મી ઓવરમાં શાઈ હોપની વિકેટ પર સૌથી વધુ વિવાદ થયો હતો. તે ઓવરમાં બ્યૂ વેબસ્ટરનો ત્રીજો બોલ હોપના બેટ પર લાગીને વિકેટકીપર એલેક્સ કેરી પાસે ગયો. કેરીએ કેચ તો પકડી લીધો હતો, પરંતુ રિપ્લેમાં જોવા મળ્યું કે કેચ સમયે બોલ જમીનને સ્પર્શી રહ્યો હતો. એ છતા, થર્ડ અમ્પાયરે તેને ક્લીન કેચ જાહેર કર્યો. વેસ્ટ ઇન્ડીઝના કોચ ડેરેન સેમી ત્રીજા અમ્પાયરના આ નિર્ણયથી ખૂબ હતાશ દેખાયા.
5. પછી ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં કેમેરન ગ્રીન પણ અમ્પાયરના વિવાદાસ્પદ નિર્ણયને કારણે આઉટ થતા બચી ગયો. 25મી ઓવરમાં જસ્ટિન ગ્રીવ્સનો બીજો બોલ કેમરોન ગ્રીનના પેડ સાથે ટકરાયો. વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓએ LBW માટે અપીલ કરી, પરંતુ ઑન ફિલ્ડ અમ્પાયરે નોટ આઉટ આપ્યો. ત્યારબાદ મેજબાન ટીમે રિવ્યૂ લેવાનો નિર્ણય લીધો. જ્યારે બોલ બેટ્સમેનના ઘૂંટણ પર લાગી રહ્યો હતો, ત્યારે અલ્ટ્રા એજમાં સ્પાઇક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પરંતુ ત્રીજા અમ્પાયરનું માનવું હતું કે ઇનસાઇડ એજને કારણે થયું છે.

બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ ડેરેન સેમીએ કહ્યું કે, ‘તમે નથી ઇચ્છતા કે કોઈપણ અમ્પાયરને લઈને મનમાં શંકા રહે. પરંતુ જ્યારે એ જ ભૂલો વારંવાર થાય છે, તો સવાલ ઉઠશે. શું આ ટીમ વિરુદ્ધ કંઈ છે? મને ખબર છે કે તેઓ સીરિઝ માટે અહીં છે. આમ પણ તમે અમ્પાયરો પર ભરોસો કર્યા વિના મેચમાં ઉતારવા નહીં માગો. અને અમારી ટીમ એવી નથી. એટલે અમે નિર્ણયો બાબતે થોડી સ્પષ્ટતા ઇચ્છીએ છીએ. અમે કેચ છોડ્યા છે અને તેના કારણે પોતાને નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ આ ખોટા નિર્ણયો છતા, અમે આ ટેસ્ટ મેચ જીતવાની સ્થિતિમાં છીએ.