

મહેસાણામાં આવેલી એશિયાની સૌથી મોટી બીજા નંબરની દુધસાગર ડેરી વિવાદમાં આવી ગઇ છે. જાણવા મળેલી વિગત મુજબ દુધસાગર ડેરીની બોર્ડ મિટીંગમાં ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેન યોગેશ પટેલને લાફો મારી દીધો હતો અને આ વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે.
વાયરલ વીડિયોમાં વાઇસ ચેરમેન યોગેસ પટેલે આરોપ લગાવ્યો હતો કે, 1790 કરોડ રૂપિયાના બેંક દેવાની વાત દુધસાગર પત્રિકામાં ખોટી રજૂ કરવામાં આવી એ મુદ્દોમે ઉઠાવ્યો તો ચેરમેન અશોક ચૌધરીએ મને લાફો મારી દીધો હતો અને મારા ચશ્મા અને ચેઇન તોડી નાંખ હતી. આ બાબતે મેં બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
યોગેશ પટેલે કહ્યું કે, હું પાટીદાર દીકરો છું, હું પણ ચેરમેનને મારી શકતે, પરંતુ હું ભાજપનૌ સૈનિક છું અને પાર્ટીનું નામ ન બગડે એટલે મેં મારામારી ન કરી.