fbpx

આ દેશમાં દારુ પીનારા લોકોનું મજબુત સંગઠન છે અને સરકાર સામે રસ્તા પર ઉતર્યા

Spread the love
આ દેશમાં દારુ પીનારા લોકોનું મજબુત સંગઠન છે અને સરકાર સામે રસ્તા પર ઉતર્યા

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ટીચર્સ એસોસિયેશન હોય, ડોકટરોનું સંગઠન હોય, વેપારીઓનું સંગઠન હોય પણ  એક દેશમાં દારૂ પીનારા લોકોનું મજબુત સંગઠન છે અને એ લોકો રસ્તા પર ઉતરીને સરકાર સામે માંગ કરી રહ્યા છે અને સરકારને ચીમકી પણ આપી છે.

આફ્રીકાના ઘાનામાં એક મજબુત ડ્રન્કર્સ એસોસિયેશન છે અને તેના આખા દેશમાં 66 લાખ મેમ્બર્સ છે. આ લોકોએ સરકાર સામે બાંયો ચઢાવી છે અને સરકારને અલ્ટીમેટમ પણ આપ્યું છે. આ એસોસિયેશનના પ્રમુખે કહ્યું કે, ઘાનાનું ચલણ મજબુત થયું છે અને ચીજ વસ્તુઓના ભાવ ઘટ્યા છે છતા શરાબના ભાવો ઘટાડવામાં નથી આવ્યા. જો સરકાર 3 સપ્તાહમાં ભાવ નહીં ઘટાડશે તો આખા દેશમાં આંદોલન કરશે.

error: Content is protected !!