

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને શુક્રવારે રતલામ એક કાર્યક્રમમાં હાજરી આપવા જવાનું હતું, ગુરુવારે મોડી રાત્રે તેમનો કાફલો નિકળ્યો હતો અને તેમના કાફલાની 19 કાર માટે એક પેટ્રોલ પંપ પરથી ડીઝલ પુરાવવામાં આવ્યું હતું. પરંતુ કાફલો થોડો આગળ ગયો ત્યાં એક પછી એક કાર બંધ થવા માંડી હતી. જેને કારણે અધિકારીઓ ટેન્શનમાં આવી ગયા હતા. કારને ધક્કા પણ મારવા પડ્યા, પરંતુ કાર ચાલું ન થઇ. આખરે જયાં ડીઝલ પુરાવેલું તે પેટ્રોલ પંપ પર તપાસ કરી તો ડીઝલમાં પાણી મિક્સ થયું હોવાનું માલુમ પડ્યું . પંપને તાત્કાલિક સીલ મારી દેવામાં આવ્યો હતો. ઇંદોરથી બીજી 19 ઇનોવા કારની વ્યવસ્થા કરીને કાફલો આગળ વધ્યો હતો.