fbpx

દેશના અમીર લોકો 2025માં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે? FD કે ગોલ્ડ નથી

Spread the love
દેશના અમીર લોકો 2025માં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે? FD કે ગોલ્ડ નથી

એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દેશના અમીર લોકો 2025માં રૂપિયા ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે તેની વાત કહેવામાં આવી છે. અમીર લોકો પરંપરાગત બેંક FD કે ગોલ્ડમાં રોકાણ કરવાને બદલે પ્રાઇવેટ ઇક્વીટી, વિદેશી સ્ટાર્ટઅપ,વેન્ચર કેપિટલ કે અલ્ટરનેટીવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, રિઅલ એસ્ટેટ અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરી રહ્યા છે.

અલ્ટરનેટીવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્ટોક માર્કેટને બદલે નવા માર્કેટ, હેલ્થ ટેક, ઇન્ફ્રાસ્ટ્રકચર,ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરે છે એટલે ભારતના અમીરો ક્રિપ્ટોમાં રોકાણ વધારી રહ્યા છે. બેંક FDમાં કે ગોલ્ડ કરતા આવા ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન ઘણું વધારે મળે છે.

દેશના અમીરો 32 ટકા રકમ શેરબજારમાં, 29 ટકા રિઅલ એસ્ટેટ અને 18 ટકા રકમ પ્રાઇવેટ ઇક્વીટીમાં કરે છે.

error: Content is protected !!