

અમદાવાદની જૂની અને જાણીતી વી એસ હોસ્પિટલમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. 10 ડોકટરોએ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં 15 કરોડ રૂપિયા તેમના ખાતમાં સેરવી લીધા છે. જો કે આ ડોકટરો પકડાઇ ગયા છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 15 કરોડ પાછા માંગવામાં આવ્યા છે.
અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મનીષ પટેલ અને ડો.દેવાંગ રાણાને તપાસ કમિટીએ દોષી હોવાનો અહેવાલ આપ્યો છે. અમદવાદ મ્યુનિસિપલ કમિશ્નરને 500 પાનાનો રિપોર્ટ સબમીટ કરવામાં આવ્યો છે. બંને સામે ખાતાકીય તપાસ કરવાનો કમિશ્નરે હુકમ કર્યો છે. આ બંને ડોકટરો ઉપરાંત 8 જેટલો કોન્ટ્રાક્ટ પરના ડોકટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 10 ડોકટરોએ તેમના ખાતામાં 15 કરોડની રકમ જમા કરાવી હતી તે પરત કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.