
પ્રાંતિજ કતપુર ટોલટેક્સ પાસે રાત્રી દરમ્યાન અકસ્માત
– બે ટ્રક અને સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત
– એક ને ઇજાઓ પોહચતા સારવાર અર્થે ખસેડવામા આવ્યો
– અકસ્માતો નો સીલસીલો યથાવત
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસે રાત્રીના સમયે ત્રિપલ અકસ્માત સર્જાયો જેમા બે ટ્રક વચ્ચે સ્કોર્પિયો કાર નો કુચડો થઈ ગયો એક ને ઇજાઓ પોહચતા હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો


અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે -૪૮ પર પ્રાંતિજ ના કતપુર ટોલનાકાપાસે ગઈકાલે રાત્રીના સમયે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમા ચિલોડાથી શામળાજી સુધી ચાલી રહેલ રોડ અને ઓવરબ્રિજ ની કામગીરીને કારણે રસ્તામાં ખાડાઓ પડ્યા છે જેમા કતપુર પાસે ખોદકામને કારણે સિક્સ લેન માંથી સિંગલ લેન થયેલા રોડ પર લાઈટના અભાવે એક ટ્રક ચાલકે અચાનક બ્રેક મારી હતી આ સમયે પાછળથી આવતી સ્કોર્પિયો ટ્રક સાથે પાછળ સુધી ગઇ અને અથડાઈ હતી વધુમાં તે દરમ્યાન સ્કોર્પિયોની પાછળથી આવતી બીજી ટ્રકે પણ સ્કોર્પિયો ને ટક્કર મારતા અથડામણ કરતાં સ્કોર્પિયો કાર બે ટ્રક વચ્ચે ફસાઈ ગઈ હતી અને અકસ્માત માં સ્કોર્પિયો માં સવાર એક વ્યક્તિને ઈજાઓ થતાં તેમને તાત્કાલિક હિંમતનગર ની ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી હતી નેશનલ હાઈવે વિભાગે રાત્રિ દરમિયાન આવા અકસ્માતો ન સર્જાય તે માટે યોગ્ય પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે
જીલ રાવલ સાબરકાંઠા