fbpx

અમિત શાહે હમણાં કેમ અંગ્રેજીના વિરોધનો મુદ્દો ઉછાળ્યો?

Spread the love
અમિત શાહે હમણાં કેમ અંગ્રેજીના વિરોધનો મુદ્દો ઉછાળ્યો?

થોડા દિવસો પહેલા એક પુસ્તક વિમોચન પ્રસંગે હાજર રહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, મારી વાત ધ્યાનથી સાંભળજો અને યાદ રાખજો. દેશમાં અંગ્રેજી બોલાનારાઓને શરમ આવશે, તેવા સમાજનું નિર્માણ હવે બહુ દુર નથી. આપણા દેશની ભાષા આપણું ઘરેણું છે એના વગર આપણે ભારતીય નથી. કોઇ પણ વિદેશી ભાષામાં  પોતાના ઇતિહાસ કે ધર્મને સમજી શકો નહીં.

આ નિવેદનને કારણે દેશભરમાં ડિબેટ શરૂ થઇ ગઇ છે. સવાલ એ છે કે અમિત શાહે અત્યારે અંગ્રેજીનો મુદ્દો કેમ ઉછાળ્યો? જાણકારોનું કહેવું છે કે, વર્ષ 2026માં તમિલનાડુ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આ બંને રાજ્યો હિંદી વિરોધી અને અંગ્રેજીના સમર્થક રાજ્યો છે એટલે અમિત શાહે લાગ જોઇને આ નિવેદન આપ્યું છે.

error: Content is protected !!