fbpx

પ્રાંતિજ નગરપાલિકાના ૧૫ કોર્પોરેટરોના સામૂહિક રાજીનામા મામલે વળાંક

Spread the love

પ્રાંતિજ નગરપાલિકાના ૧૫ કોર્પોરેટરોના સામૂહિક રાજીનામા મામલે વળાંક
– ગાંધીનગર, કમલમ ખાતે સમાધાન
– પ્રાંતિજ નગરપાલિકાનું રાજકીય સંકટ ટળ્યું
– ‘કમલમ’માં મેરેથોન બેઠક બાદ ૧૫ નારાજ કોર્પોરેટરો માની ગયા
–   સામૂહિક રાજીનામાનો વિવાદ શાંત
–   સ્થાનિક પ્રશ્નો મુદ્દે ઉભો થયો હતો અસંતોષ
– પ્રદેશ નેતાગીરીની મધ્યસ્થતા સફળ રહી


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકામાં ૧૫ કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામા આપતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને ચકચાર મચી હતી જોકે આ મામલે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં નારાજ કોર્પોરેટરો સાથે પક્ષના આગેવાનોએ વિસ્તૃત ચર્ચા કરી હતી, જેના પરિણામે તમામ કોર્પોરેટરોને મનાવી લેવામાં સફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે


મળતી માહિતી મુજબ, પ્રાંતિજ નગરપાલિકાના વિવિધ પ્રશ્નો અને સ્થાનિક સ્તરે ઉભા થયેલા મતભેદોને લઈને ૧૫ કોર્પોરેટરોમાં અસંતોષ જોવા મળ્યો હતો જેના કારણે તેમણે સામૂહિક રાજીનામા આપવાનો નિર્ણય કર્યો હતો ઘટનાને ગંભીરતાથી લઈ પક્ષના પ્રદેશ સ્તરના નેતાઓએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો અને નારાજ કોર્પોરેટરોને ગાંધીનગરના કમલમ કાર્યાલય ખાતે ચર્ચા માટે આમંત્રિત કર્યા હતા કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં કોર્પોરેટરોની રજૂઆતો અને માંગણીઓ સાંભળવામાં આવી હતી સાથે જ તેમની સમસ્યાઓના યોગ્ય નિરાકરણની ખાતરી પણ આપવામાં આવી હતી ચર્ચા બાદ નારાજ કોર્પોરેટરો સંતોષ વ્યક્ત કરતા સમાધાનના માર્ગે આગળ વધ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે આ સમગ્ર ઘટનાક્રમ બાદ પ્રાંતિજ નગરપાલિકામાં સર્જાયેલ રાજકીય સંકટ હાલ ટળી ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે પક્ષના આગેવાનોના પ્રયાસોથી સંગઠનમાં એકતા જળવાઈ રહેતા કાર્યકરો અને સમર્થકોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે હવે આગામી દિવસોમાં નગરપાલિકાના વિકાસકાર્યો વધુ ઝડપથી આગળ વધે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!