
પ્રાંતિજ શાળા નંબર -૨ અને શાળાનં-૪ નો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો
– શાળા નં – ૨ અને શાળા નં -૪ પ્રાથમિક શાળાનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો
– વૃક્ષા રોપણ કાર્યક્રમ પણ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શાળા નંબર-૨ અને શાળા નંબર-૪ પ્રાથમિક શાળાનો શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો








પ્રાંતિજ નાની ભાગોળ નગરપાલિકા કચેરી પાસે આવેલ શાળા નંબર-૨ તથા શાળા નંબર-૪ પ્રાથમિક શાળાઓનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો જેમા ગાંધીનગર રીજીયોનલ મ્યુનિસિપલ કમિશ્નર બી.એમ.પટેલ IAS ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમા પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરેનભાઇ સોલંકી , નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડ્યા , સુનિલભાઈ કડીયા , રાકેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને શાળામા પ્રવેશ આપવામા આવ્યો હતો શાળાના શિક્ષક રાજેન્દ્રભાઇ પટેલ તરફથી શાળામા પ્રવેશ મેળવનાર તમામે-તમામ બાળકોને સ્કૂલ બેગ આપવામા આવી હતી તો ધોરણ-૩ થી ૮ માં પ્રથમ નંબર લાવનાર વિધાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા પ્રાંતિજ શાળા નંબર-૨ ના આચાર્ય ઉત્પત કુમાર કુલકર્ણી , શાળા નંબર-૪ ના આચાર્ય સંજયભાઇ પટેલ સહિત શાળા સ્ટાફ SMC ના સભ્યો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા તો શાળા દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ તો આવનાર મહેમાનો દ્રારા શાળા સંકુલ મા આયોવેદિક વૃક્ષો નુ વુક્ષારોપણ કરવામા આવ્યુ