

આણંદના ઉમેરઠમાં એક શિક્ષક દંપત્તિ ચાર ધામ યાત્રાએ જવાનું કહીને નિકળ્યુ હતું, પરંતુ સવા મહિનો થઇ ગયો શાળાનું વેકેશન પણ પુરુ થઇ ગયું છતા આ શિક્ષક દંપતિ હાજર ન થયું ત્યારે એવી ચર્ચા શરૂ થઇ છે કે, આ દંપત્તિ સવા કરોડનું ફુલેકું ફેરવીને ફરાર થઇ ગયું છે. એવી ચર્ચા છે કે, આ દંપત્તિનો એક દીકરો કેનેડામાં સેટલ થયો છે એટલે સવા કરોડ લઇને તેઓ કેનેડા ભાગી ગયા છે.
VTVના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે,મુળ પંચમહાલના પણ આણંદ જિલ્લાની ઉમેરઠની શાળામાં મુકેશ પટેલ અને તેમના પત્ની મનીષા પટેલ શિક્ષક તરીકે નોકરી કરતા હતા. ચાર ધામની યાત્રા જતા પહેલા તેમણે સહયોગી શિક્ષકો તથા મિત્રો પાસેથી સવા કરોડ રૂપિયાની રકમ ઉછીની લીધી હતી. પરંતુ સવા મહિનો થવા છતા શાળામાં પાછા આવ્યા નથી.