fbpx

3 જુલાઇ સુધીમાં ગુજરાતમાં 12 ઇંચ વરસાદ, ખેડૂતોને ફાયદો કે નુકશાન?

Spread the love
3 જુલાઇ સુધીમાં ગુજરાતમાં 12 ઇંચ વરસાદ, ખેડૂતોને ફાયદો કે નુકશાન?

ગુજરાતમાં આ વખતે જબરદસ્ત મેઘ મહેર જોવા મળી રહી છે. 3 જુલાઇ સુધીમાં વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 3 જુલાઇ સુધીમાં ગુજરાતમાં એવરેજ 12 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ગુજરાતમાં ઝોન વાઇઝ વાત કરીએ તો કચ્છમાં 6.27 ઇંચ, ઉત્તર ગુજરામતાં 8.45, પૂર્વ મધ્યમાં 12.09 સૌરાષ્ટ્ર 10-49 ઇંચ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 23.39 ઇંચ વરસાદ પડ્યો છે.

આટલો બધો વરસાદ પડી રહ્યો છે તો સવાલ એ ઉભો થાય કે ખેડૂતોને ફાયદો થશે કે નુકશાન? ખેડૂતોને ફાયદો થશે, કારણકે ગુજરાતના 206 જળાશયોમાં 46 ટકા પાણી ભરાઇ ગયું છે જે ખેડૂતોને ખરીફ અને રવિ પાકના સિંચાઇ માટે પુરતું પાણી મળી રહેશે.

error: Content is protected !!