
અમદાવાદના બાઇક ચાલકનુ અકસ્માતમા મોત
પ્રાંતિજના ચંચળબાનગર પાસે અજાવ્યા વાહનની ટક્કરથી બાઇક ચાલકનુ મોત
– ધટના સ્થળેજ બાઇક ચાલક નુ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ
– પ્રાંતિજ પોલીસે મૃતકને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના ચંચળબાનગર ખાતે વહેલી સવારે અમદાવાદ થી હિંમતનગર તરફ જઈ રહેલ બાઇક ચાલક ને કોઇ અજાવ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઇક ચાલકનુ ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ

અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે-૪૮ પ્રાંતિજ ના ચંચળબાનગર પાસે અમદાવાદ થી બાઇક લઇ ને હિંમતનગર તરફ જઈ રહેલ રમેશભાઇ રામાભાઇ દેવીપુજક ઉ.વર્ષ-૪૦થી ૪૫ ને શરીરે જીવલેણ ઇજાઓ પોહચતા ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ તો અજાવ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને બાઇક ચાલક નુ મોત નિપજાવી પોતાનુ વાહન લઈ ને ધટના સ્થળેથી ભાગી ગયો હતો તો અકસ્માત ની જાણ થતા ૧૦૮ તથા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતા તો પોલીસ દ્રારા મૃતક ના પરિવાર ને જાણ કરી મૃતક ને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવા મા આવ્યો હતો અને પ્રાંતિજ પોલીસ દ્રારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જીલ રાવલ સાબરકાંઠા