fbpx

પ્રાંતિજ ના સોનાસણ પાસે આવેલ કંપનીમાંથી દશ લાખ ની ચોરી

Spread the love

પ્રાંતિજ ના સોનાસણ પાસે આવેલ કંપનીમાંથી દશ લાખ ની ચોરી
– અજાવ્યા તસ્કરોએ લોખંડ ની બારી તોડી ઓફીસ મા ધુસી ૧૦,૦૦,૦૦૦ ની ચોરી કરી પલાયન
– પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા કંપની માલિક દ્રારા અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી
   


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સોનાસણ પાસે આવેલ કંપનીની ઓફિસ ની લોખંડ ની બારી તોડી તસ્કરો અંદર ધુસી ૧૦,૦૦,૦૦૦  ની રોકડ રકમ ની ચોરી કરી પલાયન થતા કંપની ના માલિક દ્રારા અજાવ્યા તસ્કરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી


   પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામની સીમ મા આવેલ દાસ ફુડટેક પ્રાંતિજ.લીમીટેડ તથા દાસ સુપર ફુડ પ્રાઇવેટ લી.કંપની મા રાત્રીના સમયે અજાવ્યા તસ્કરો દ્રારા કંપની મા પ્રવેશ કરી કંપનીમા આવેલ ઓફિસ ની લોખંડ ની બારી તોડી અંદર પ્રવેશ કરી ટેબલ નુ ડ્રોવર તોડી તેમા રહેલ રોકડ રકમ ૧૦,૦૦,૦૦૦ ની ચોરી કરી તસ્કરો પલાયન થતા કંપનીના માલિક કમલેશભાઈ વિરચંદદાસ પટેલ રહે. ૧૧/આસોપાલવ સોસાયટી , મહાવીરનગર હિંમતનગર તા.હિંમતનગર જી.સાબરકાંઠા મુળ રહે. સદુથલા તા.વિસનગર જી.મહેસાણા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અજાવ્યા તસ્કરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે અજાવ્યા તસ્કરો વિરૂધ્ધ આઇપીસીકલમ-૩૩૧(૪),૩૦૫(એ),૫૪ મુજબ ગુનોનોધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીઆઈ આર.આર.દેસાઇ દ્રારા હાથધરવામા આવી છે તો વિભાગીય પોલીસ અધિકારી હિંમતનગર એ.કે.પટેલ દ્રારા સ્થળ વીઝીટ કરવામા આવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!