fbpx

પ્રાંતિજ પાલિકા ખાતે પ્રાદેશિક કમિશ્નર ની ઓચીતી મુલાકાત

Spread the love

પ્રાંતિજ પાલિકા ખાતે પ્રાદેશિક કમિશ્નર ની ઓચીતી મુલાકાત
– રોડ રસ્તાની સમસ્યા ને લઈ ને વીઝીટ કરવામા આવી
– કમિશ્નર દ્રારા રહીશો ને પાણી ,રસ્તા સહિત રોજીદી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સુચન કર્યા
– પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર સહિત પાલિકા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
 


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા ખાતે ગાંધીનગર  કમિશ્નર દ્રારા પાલિકાની ઓચીતી મુલાકાત લઈ પ્રાંતિજ નગરજનો ને સુવિધાઓ મળી રહે તે માટે પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર સ્ટાફ સાથે મીટીંગ કરી ચર્ચાઓ કરી સુચના આપાઇ


  ગુજરાત ના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઇ પટેલ દ્રારા તમામે-તમામ કોર્પોરેશન તથા નગરપાલિકા વિસ્તાર મા રોડ રસ્તા સહિત ની સમસ્યા ને લઈ ને નગરજનો ને તકલીફ ના પડે તે હેતુ થી વિડીયો કોન્ફરન્સ થી કમિશ્નર સાથે મીટીંગ કરી રોડ રસ્તાને લઈ ને સુચના આપ્યાબાદ ગાંધીનગર પાલિકા  પ્રાદેશિક કમિશ્નર બી.એમ.પટેલ તથા વર્ગ-૧ ચીફ ઓફિસર મનોજભાઇ સોલંકી દ્રારા આજે પ્રાંતિજ નગરપાલિકા ની શુભેચ્છા મુલાકાત લીધી હતી જેમા પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર તથા પાલિકા સ્ટાફ સાથે મીટીંગ કરી હતી અને રોડ રસ્તા , પાણી , સ્ટ્રીટ લાઇટ , ટેક્સ સહિત સરકાર ની પ્રધાન મંત્રી આવાસ યોજના સહિત ની ચર્ચાઓ કરી હતી અને જરૂરી માર્ગદર્શન સાથે સુચનો પણ કર્યા હતા તો આ પ્રસંગે ગાંધીનગર કમિશ્નર બી.એમ.પટેલ , પાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડયા , ચીફ ઓફિસર હિરેનભાઇ સોલંકી , સહિત પાલિકા કર્મચારી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!