

મહારાષ્ટ્રમાં BMC અને અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી નજીકમાં છે અને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની પાર્ટી મરાઠી પોલિટિક્સની પીચ પર આક્રમક બેટીંગ કરી રહી છે. ઠાકરે બંધુઓની આ તોફાની બેટીંગને શાંત પાડવા માટે ભાજપે મહારાષ્ટ્રમાં મોટો દાવ રમ્યો છે.
ભાજપે મહારાષ્ટ્રમાં મરાઠી સમાજનો મોટો ચહેરો ગણાતા ઉજ્જવલ નિકમને રાજયસભામાં મોકલ્યા છે. ઉજ્જવલ નિકમ જાણીતા સરકારી વકીલ છે અને મુંબઇમાં 26/11 હુમલામાં અજમલ કસાબને ફાંસી અપાવી હતી. મહારાષ્ટ્રમાં મરાઠી વિવાદ સામે નિકમને ઉતારીને ભાજપે મોટો દાવ રમ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલ નિકમને જ્યારે ફોન કર્યો ત્યારે મજાકમાં કહ્યું હતું કે, હિન્દીમાં વાત કરું કે મરાઠીમાં? એ પછી PMએ મરાઠીમાં વાત કરીને મોટો સંકેત આપ્યો હતો કે, દેશના સવૌચ્ય નેતા પણ મરાઠીને સન્માન આપે છે.