
પ્રાંતિજ-તલોદના સરપંચોનો સન્માન સમારોહ યોજાયો
– ધારાસભ્ય , પૂર્વ સાંસદ , પૂર્વ મંત્રી , જિલ્લા પ્રમુખ સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા
– પ્રાંતિજ-તલોદ માંથી મોટી સંખ્યામા સરપંચો ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાજેતરમાંજ ચુટાયેલા પ્રાંતિજ-તલોદ ના સરપંચોનો ધારાસભ્યના હસ્તે અભિવાદન કાર્યક્રમ યોજાયો




પ્રાંતિજ નવા બાકરપુર ખાતે આવેલ પટેલ સમાજ ની વાડી ઉમાધામ ખાતે તાજેતરમાંજ ચુટાયેલ નવનિયુક્ત સરપંચો નો અભિવાદન કાર્યક્રમ પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા રાખવામા આવ્યો હતો જેમા પ્રાંતિજ-તલોદ માંથી તાજેતરમાંજ ચુટાયેલ સરપંચો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા તો તેવોનુ મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો તથા પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા ઉપસ્થિત સરપંચો નુ બુકે તથા મોમેન્ટો આપી સન્માન કરવામા આવ્યુ હતુ






તો આ પ્રસંગે પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ , પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડ , પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ , પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડ્યા , ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઇ પટેલ , પૂર્વ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , નૃપાશભાઇ પટેલ , જીગ્નેશભાઇ પંડયા , ધવલભાઇ રાવલ , નગરપાલિકા કોર્પોરેટર દર્શિલભાઇ દેસાઇ , રસીદખાન સુમરા ,મહેશભાઇ મકવાણા , ગીતાબેન પટેલ સહિત પ્રાંતિજ-તલોદ તાલુકા પંચાયત ના સદસ્યો તથા પ્રાંતિજ-તલોદ પાલિકા ના કોર્પોરેટરો સહિત પ્રાંતિજ-તલોદ માંથી ભાજપ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા



