fbpx

શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

Spread the love
શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. રાજકારણના મોટા ખેલાડી કહેવાતા શરદ પવારના રાઇટ હેન્ડ ગણાતા નેતા ભાજપમાં સામેલ થઇ રહ્યા છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ સમાતાર શરદ પવાર માટે મોટા ઝટકા સમાન છે.

શરદ પવારની પાર્ટી આમ પણ ભાજપે પહેલેથી તોડી નાંખી છે ભત્રીજા અજિત પવારની સાથે સરકાર બનાવીને. હવે શરદ પવારના ખાસ ગણાતા અને લાંબા સમયથી NCPના પ્રમુખ રહેલા જયંત પાટિલ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે તેવી ચર્ચા છે.

જાણકારોનું કહેવું છે કે જયંત પાટીલ ભાજપમાં સામેલ થાય તેની બધી વાતચીત પુરી થઇ ગઇ છે. હવે માત્ર જયંત પાટીલને મહારાષ્ટ્ર સરકારમાં કયું મંત્રાલય સોંપવું એ બાબતે  વાત અટકેલી છે.

error: Content is protected !!