

ગયા વર્ષે ગુજરાતના આણંદનો મોનાંક પટેલ અમેરિકાની ક્રિક્રેટ ટીમનો કેપ્ટન બન્યો હતો, હવે સુરતના ઓલપાડનો એક છોકરો ઇંગ્લેંડની અંડર-19 ટેસ્ટ મેચનો કેપ્ટન બન્યો છે.
મૂળ ઓલપાડનો ઓરમા ગામનો હમઝો ઇલ્યાસ શેખ ઇંગ્લેંડની અંડર-19 ટીમનો કેપ્ટન બન્યો છે અને 8 જુલાઇથી 19 જુલાઇ સુધી શ્રીલંકા સામે રમાનારી 2 ટેસ્ટમેચમાં તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
હમઝાનો જન્મ ઇંગ્લેંડના બર્મિંગહામમાં થયો હતો તેનો પરિવાર ઓલપાડનો છે. માત્ર 10 વર્ષની ઉંમરથી હમઝા વાર્કિકશાયર કાઉન્ટી ક્રિક્રેટ કલબ વતી રમે છે. હજુ 2022માં તે ભારત સામેની ટેસ્ટ મેચમાં 12મો ખેલાડી હતો, પરંતુ 3 જ વર્ષમાં કેપ્ટન પદ સુધી પહોંચી ગયો છે. તેણે જુલાઇ 2024માં શ્રીલંકાની ટીમ સામે સેન્ચુરી ફટકારી હતી.