

સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિક્રેટ એસોસિયેશન (SDCA)ના ચેરમેન કનૈયાલાલ કોન્ટ્રાક્ટરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે.SDCA લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડીયમ તરીકે પણ જાણીતું છે.
SDCAના પૂર્વ ચેરમેન અને કનૈયાલાલના નાના ભાઇ દિવંગત હેમંત કોન્ટ્રાક્ટરના અને તેમના પત્ની નયનાબેન કોન્ટ્રાકટરના નામની બોગસ પાવર ઓફ એર્ટની બનાવી અને બોગસ સહી કરીને કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે બજાજ ફાયનાન્સમાથી 2.92 કરોડ રૂપિયાની લોન લીધી હતી તેવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
હેમંત કોન્ટ્રાક્ટરના પત્ની નયના બેને સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો હતો. સુપ્રીમે ચુકાદો આપ્યો છે કે કનૈયાલાલ 6 સપ્તાહમાં લોનની પુરેપુરી રકમ ચૂકતે કરી દે અથવા તો જેલમાં જવા માટે તૈયાર રહે.
સુપ્રીમ કોર્ટે કનૈયાલાલ કોન્ટ્રાકટરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.
