

બિહારના મોતીહારી જિલ્લાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ સભા NDA ગઠબંધન તરફથી આયોજિત કરવામાં આવી હતી, જેમાં 2 લાખથી વધુ ભાજપ અને NDA કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકો સામેલ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા, પરંતુ આ કાર્યક્રમ દરમિયાન એક અજીબોગરીબ દૃશ્ય સામે આવ્યું.

ગાંધી મેદાનમાં રેલીમાં ભાગ લેવા આવેલી કેટલીક મહિલાઓએ કાર્યક્રમમાં અવ્યવ્યવસ્થાઓને લઈને હોબાળો કરી દીધો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે ભાષણ દરમિયાન જ મહિલાઓ ગુસ્સામાં ખુરશીઓએ તોડવાની શરૂઆત કરી દીધી હતી. મહિલાઓએ આરોપ હતો કે તેમને રેલીમાં બોલાવી તો લીધા, પરંતુ તેમના માટે બેસવાની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી. સાથે જ આટલી મોટી ભીડ અને ગરમી વચ્ચે પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.
મહિલાઓએ કહ્યું કે, તેમને કલાકો સુધી રેલીમાં બેસાડવામાં આવ્યા હતા, પરંતુ તેમને ન છાંયો મળ્યો કે ન પાણી. પ્રશાસન અને આયોજકોની બેદરકારીથી નારાજ થઈને, તેમણે ખુરશીઓ તોડી નાખી અને કાર્યક્રમ દરમિયાન જ જોરદારથી વિરોધ પ્રદર્શન કર્યું. જોત જોતામાં ડઝનબંધ પ્લાસ્ટિક ખુરશીઓ તૂટી ગઈ અને હોબાળાનો માહોલ બની ગયો. હવે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. તેમાં જોવા મળ્યું કે ભાષણ દરમિયાન જ મહિલાઓ ગુસ્સામાં ખુરશીઓ તોડવા લાગી. મહિલાઓનો આરોપ હતો કે કાર્યક્રમમાં અવ્યવસ્થા હતી. આટલી મોટી ભીડ અને ગરમી વચ્ચે, લોકો માટે પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા નહોતી. જેના કારણે ગરમીમાં લોકો પરેશાન થઈ રહ્યા હતા.

જો કે, એ સ્પષ્ટ નથી કે આ વીડિયો કયા એંગલથી અને ક્યારે રેકોર્ડ થયો છે, પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મોતિહારીની એજ રેલીનો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી ભાષણ આપ્યું હતું. હાલમાં આ વાયરલ વીડિયો પર કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ઇન્ટરનેટ પર લોકો તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
