fbpx

ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

Spread the love
ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 51 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જૂન અને જુલાઇ બંને મહિનામાં સારો વરસાદ રહ્યો. પરંતુ છેલ્લાં ચારેક દિવસથી ગુજરાતમાંથી વરસાદ જાણે ગાયબ થઇ ગયો હોય એવું લાગે છે. વરસાદ બંધ થવાને કારણે ગરમીનો પ્રકોપ પણ વધી ગયો છે.

હવામાનના જાણકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે, દક્ષિણ ચીન તરફ વાવાઝોડું બની રહ્યું છે એટલે ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે.પરંતુ આ વાવાઝોડાના જે અવશેષો છે તે બંગાળના ઉપસાગરમાં આવશે અને બંગાળનો ઉપસાગર સક્રીય બનશે એટલે ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ખાસ કરીને રાજ્યના પૂર્વ ભાગમાં, મધ્ય ગુજરાતમાં પૂર આવી શકે તેટલો વરસાદ પડશે જુલાઇના ચોથા સપ્તાહ અને  ઓગસ્ટના પહેલા વીકમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે એવું પટેલે કહ્યું છે.

error: Content is protected !!