
-copy16.jpg?w=1110&ssl=1)
ઉત્તર પ્રદેશમાં ડિજિટલ અરેસ્ટના કેસમાં પહેલીવાર આરોપીને સજાનો ચુકાદો આવ્યો છે.સાયબર ક્રાઇમના ઇતિહાસમાં આ દેશનો પહેલો કેસ છે જેમાં ડિજિટલ અરેસ્ટના આરોપમાં 14 મહિનાની અંદર સજાનો ચુકાદો આવ્યો હોય.
કોર્ટે દેવાશિષ રોયને 7 વર્ષની સજા ફટકારી છે. દેવાશિષે લખનૌના એક સિનિયર ડોકટર ડો. સૌમ્યા ગુપ્તાને 10 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. તમારા નામથી કાર્ગો બુક છે અને તમાં ડ્રગ્સ છે અને પોતે CBI અધિકારી બનીને ધમકી આપી હતી. ડરી ગયેલા ડો. સૌમ્યા ગુપ્તાએ પોતાની તમામ પર્સનલ ડિટેલ આપી દીધી હતી. જેનો લાભ લઇને દેવાશિષે ડો. ગુપ્તના 4 બેંક ખાતમાંથી 85 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. ડો. ગુપ્તાની ફરિયાદને આધારે દેવાશિષની ધરપકડ થઇ હતી.