fbpx

દેશમાં પહેલો પ્રયોગ સુરતમાં, મેટ્રો સ્ટેશનો પર બનશે ઘર અને દુકાનો

Spread the love
દેશમાં પહેલો પ્રયોગ સુરતમાં, મેટ્રો સ્ટેશનો પર બનશે ઘર અને દુકાનો

સુરતમાં આમ તો મેટ્રોની કામગીરી હમેંશા વિવાદમાં રહી છે, પરંતુ મેટ્રો માટે એક સારું કામ થવા જઇ રહ્યું છે. દેશમાં પ્રથમ વખત મેટ્રો સ્ટેશન પર ફલેટ અને દુકાનનો પ્રયોગ સુરતથી થઇ રહ્યો છે. સુરતમાં બે મેટ્રો સ્ટેશન પર 7 માળના 2 ટાવર તૈયાર થશે જેમાં ઘર અને કોર્મશિયલ ઓફિસો કે દુકાનો હશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને દેશમાં પહેલીવાર આવો પ્રયોગ કરવા માટે જઇ રહી છે. મેટ્રો સ્ટેશનની છત પર ટાવર ઉભા કરવામાં આવશે જેમાં ગરીબોને સસ્તા મકાન મળી શકશે. એક ફ્લોર પર 24 ફલેટ રાખવામાં આવશે, આ આખા પ્રોજેક્ટ પાછળ 123.36 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે,. પ્રોજેક્ટને પુરો થતા 2 વર્ષ લાગશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને ટેન્ડર બહાર પાડી દીધા છે,

error: Content is protected !!