

ગુજરાત અને રાજસ્થાનના લોકો માટે એક સારા સમાચાર છે. આ બંને રાજ્યોના લોકોને એક નવો વિકલ્પ મળશે. ગુજરાત અને રાજસ્થાનને વધુ એક માર્ગથી જોડવામાં આવી રહ્યો છે.
ઉત્તર ગુજરાતના તારંગા હિલથી- અંબાજી- આબુરોડને જોડતી નવી રેલવે લાઇનને કેન્દ્ર સરકારે 3 વર્ષ પહેલા મંજૂરી આપેલી, જેનું કામ જોરમાં ચાલી રહ્યું છે. 117 કિ.મી લાંબી રેલવે લાઇનમા કુલ 11 ટનલ હશે જેમાં 5 ટનલ ગુજરાતમાં અને 6 ટનલ રાજસ્થાનમા હશે.
જો કે આ રેલવે લાઇનને કારણે બાય રોડનો જેટલો સમય થાય છે એટલો જ સમય થશે. માત્ર રેલવેનો એક નવો વિકલ્પ લોકોને મળશે. આબુરોડથી અંબાજી બાયરોડ 20 કિ.મી છે અને 30 મિનિટ લાગે છે. રેલવેમાં પણ 30 મિનિટ લાગશે.
