fbpx

પ્રાંતિજ પોલીસે ટોલટેક્સ પાસે થી આંગણવાડી મા અપાતુ ટી.એચ.આર ની બેગો ભરેલ ડાલુ ઝડપ્યુ 

Spread the love

પ્રાંતિજ પોલીસે ટોલટેક્સ પાસે થી આંગણવાડી મા અપાતુ ટી.એચ.આર ની બેગો ભરેલ ડાલુ ઝડપ્યુ 

– મહિસાગર થી ડાલુ ભરીને નિકળ્યુ હતુ 

– પ્રાંતિજ પોલીસે દારૂ ની ગાડી સમજી તપાસ કરતા ભાડ્ડો ફૂટયો 

– પોલીસ દ્રારા ડાલાને પોલીસ સ્ટેશન ખાતે લાવી ખાતામા જાણ કરી 

– સ્ટેટ મા તપાસ અર્થે બેચ નંબર મોકલી આપવામા આવ્યા 

– બેચ નંબર અલગ-અલગ હોવાનુ સામે આવ્યુ 

– બાળ શક્તિ , પૂર્ણા શક્તિ , માતૃશક્તિ બેગો ભરેલ ડાલુ ઝડપાયુ 

     

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ટોલટેક્સ પાસેથી પ્રાંતિજ પોલીસે ટી.એચ.આર ની બેગો ભરેલ ડાલુ ઝડપી પાડયુ અલગ-અલગ બેચ નંબર ને લઈને બારોબાર સગેવગે થતુ હોવાની આશંકા સેવાઈ રહી છે

    પ્રાંતિજ પોલીસ પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસે વાહન ચેકીંગ મા હતી તે દરમ્યાન ટોલટેક્સ પાસે થી જઇ રહેલ પીકઅપ ડાલુ નંબર GH35T4969 પ્રસાર થઈ રહ્યુ હતુ ત્યારે તે ડાલાને દારૂ ગાડી ની સમજી પોલીસ દ્રારા ડાલા મા તપાસ કરતા ડાલામાંથી ટી.એચ.આર ની ભેગો એટલેકે આઈસીડીએસ આંગણવાડી ખાતે આપવામા આવતા બાળ શક્તિ , પૂર્ણા શક્તિ , માતૃ શક્તિ ના પેકેટોની બેગો ભરેલ હોય પોલીસ દ્રારા ડાલા ચાલક ની પુછપરછ કરતા તે ભાગી પડયો હતો અને પોલીસ દ્રારા ડાલાને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે લાવી પ્રાંતિજ આઈસીડીએસ વિભાગ મા જાણ કરતા ત્યાંથી કર્મચારી પોલીસ સ્ટેશન મા આવી બેગો ઉપર રહેલ અલગ-અલગ બેચ નંબર ને લઈ ને આ અંગેની જાણ સ્ટેટ મા કરી હતી ત્યારે બેગ નંબર આધારેજ તપાસ બાદ સમગ્ર મામલો બહાર આવે તેમ છે હાલતો એટલુ તો ચોક્કસ છે કે એકજ ડાલામા અલગ-અલગ બેચની પૂર્ણા શક્તિ , બાળ શક્તિ , માતા શક્તિ ની બેગો મળી આવતા બારોબારી થતુ હોવાનુ સામે આવ્યુ રહ્યુ છે ત્યારે બેચ નંબર ના આધારે તપાસ બાદ સમગ્ર મામલાનો પર્દાફાશ થશે તેમ કહીએ તો નવાઇ નહી 

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!