પ્રાંતિજ ખાતે સવારથીજ વરસાદી ઝાપટા
– વરસાદ ને ડાગર પકવતા ખેડૂતોમા ખુશી જોવા મલી
– પ્રાંતિજ બજાર મા પાણી વહેતુ થયુ
– હનુમાન મંદિર મા વરસાદી પાણી ભરાયુ
– વરસાદ પડતા વાતાવરણ ઠંડક પ્રસરી જવા પામી
– ગાજગજના સાથે વરસાદી ઝાપટા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તાર મા સવારથીજ વરસાદી ઝાપટા પડતા ધરતી પુત્રો સહિત નગરજનો મા ખુશી નો માહોલ જોવા મલ્યો






પ્રાંતિજ સહિત તાલુકા મા સવારથીજ ગાજગજના સાથે વરસાદી ઝાપટા પડતા ધરતી પુત્રો સહિત નગરજનો મા ખુશી નો માહોલ જોવા મલ્યો હતો તો પ્રાંતિજ બજાર વિસ્તાર મા વરસાદી ઝાપટા ને લઈ ને બજારમા રોડ ઉપર પાણી વહેતુ થયુ તો પ્રાંતિજ મા નીચાણવાળા વિસ્તાર મા વરસાદી પાણી ભરાયા હતા જેમા હનુમાન મંદિર ખાતે દરવર્ષ ની જેમ મંદિર સંકુલ મા વરસાદી પાણી ભરાવા નો સીલસીલો યથાવત જોવા મલ્યો હતો તો પ્રાંતિજ પાલિકા દ્રારા કાયમી ધોરણે ઉકેલ ના લાવતા માત્ર અડધા ઇચ વરસાદ મા પણ હનુમાન મંદિર મા પાણી ભરાઈ જાય છે તો હનુમાન મંદિર મા વરસાદી પાણી ભરાતા ધર્મપ્રેમી લોકો મા પ્રાંતિજ પાલિકા સામે રોષ જોવા મલી રહ્યો છે પ્રાંતિજ સહિત પ્રાંતિજના પોગલું,પીલુદ્રા, વદરાડ,બાકલપુર અને કમાલપુર સહિતના પંથકમાં વરસાદ વરસાદી ઝાપટા થતી વરસાદી માહોલ જામ્યો હતો જેને લઈ ને હાલતો પ્રાંતિજ સહિત પંથકમાં ડાંગરનો પાક વાવણી કરતા ખેડૂતો આનંદિત થયા હતા જયારે ખેતીલાયક વરસાદ તથા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે તો દિવસ દરમ્યાન ઉકળાટ બફાળા વચ્ચે વરસાદી ઝાપટા પડતા વરસાદ ને લઈ પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તો બપોર ના ૨ વાગ્યા સુધી મા ૩૨ મીમી એટલેકે સવાએક જેટલો વરસાદ ખાબકયો હતો
જીલ રાવલ સાબરકાંઠા