fbpx

પ્રાંતિજ ના મોયદ ગામના યુવાનોએ દુધ પાક બનાવી સ્કુલ ના બાળકોને વિતરણ કર્યુ

Spread the love

પ્રાંતિજ ના મોયદ ગામના યુવાનોએ દુધ પાક બનાવી સ્કુલ ના બાળકોને વિતરણ કર્યુ
– દુધ નો બગાડ કરવાને બદલે દુધ પાક બનાવી બાળકોને પીવડાવ્યો
– બાળકો ને દુધ પાક મળતા તેમના ચહેરા ઉપર સ્મિત જોવા મલ્યુ


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મોયદ ખાતે મોયદ ગામના યુવાનો દ્રારા દુધ મંડળી બંધ હોવાથી દુધ નો બગાડ કરવાને બદલે દુધ પાક બનાવી પ્રાથમિક શાળાના બાળકોને વિતરણ કર્યુ


  સાબરડેરી સામે હાલ ભાવવધારા ને લઈ ને સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો રોષ જોવા મળી રહ્યો છે અને પશુપાલકો ડેરીમા દુધ ના ભરાવાને બદલે પશુપાલકો દુધ રસ્તા ઉપર ઢોરી વિરોધ કરી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના મોયદ ગામના યુવાનો દ્રારા દુધનો બગાડ ના થાય તે હેતુ થી મોયદ ગામના ગામજનો પશુપાલકો ના સાથ સહકાર થી ગામમાંથી ૧૧૦ લીટર દુધ એકઠુ કરી દૂધ નો દૂધ પાક બનાવી ને ગામમા આવેલ પ્રાથમિક શાળાના બાળકોને વિતરણ કરવામા આવ્યો હતો તો શાળાના બાળકોને દુધ પાક મળતા તેમના ચહેરા ઉપર સ્મિત જોવા મલ્યુ હતુ

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!