fbpx

અમુક ડૉક્ટરો આવા પણ… પગાર સરકારથી મેળવે અને ફુલ ટાઇમ પ્રેક્ટિસ ખાનગી હોસ્પિટલમાં કરે

Spread the love
અમુક ડૉક્ટરો આવા પણ... પગાર સરકારથી મેળવે અને ફુલ ટાઇમ પ્રેક્ટિસ ખાનગી હોસ્પિટલમાં કરે

ગુજરાતના રાજકોટમાં એક તબીબના નામથી લેટર વાયરલ થયો છે જેને કારણી તબીબ આલમમાં ખળભળાટ મચી ગયો છે. આ લેટરમાં 19 તબીબોની યાદી લખવામાં આવી છે અને કહેવાયું છે કે, સરકારી હોસ્પિટલનો લાખો રૂપિયાનો પગાર લઇને આ તબીબો ખાનગી હોસ્પિટલમાં ફુલ ટાઇમ પ્રેકટીસ કરે છે.

photo_2025-07-21_18-58-14

આ લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થવાને કારણે, રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડો. ભારતી પટેલે કહ્યું છે, આ બાબતે એક કમિટીની રચના કરવામાં આવશે અને તપાસ કરાશે. તેમણે કહ્યું કે, 200 તબીબો ફરજ બજાવે છે તેમાંથી 60 એવા છે જેમની વિથ પ્રાઇવેટ પ્રેકટીસની પરવાનગી મળી છે.

એ સિવાયના 140 તબીબો એવા છે જે ખાનગી હોસ્પિટલમાં પ્રેકટીસ કરી શકે નહીં.

error: Content is protected !!