
પ્રાંતિજ ખાતે શ્રી બાવનસો પરગણા વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા સન્માન સમારંભ યોજાયો
– સમાજ ના તેજસ્વી તારલાઓ નુ સન્માન કરવામા આવ્યુ
– વિધાર્થીઓનુ સન્માન થતા તેમના ચહેરા ઉપર સ્મિત જોવા મલ્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે શ્રી બાવનસો પરગણા વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા સમાજ ના તેજસ્વી તારલાઓ નો પ્રથમ સન્માન સમારંભ યોજાયો




પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન પાસે આવેલ મહાકાલી મંદિર ની વાડી ખાતે શ્રી બાવનસો પરગણા વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા આયોજીત તેજસ્વી તારલાઓ નો પ્રથમ સન્માન સમારંભ યોજાયો હતો જેમા ધોરણ-૫ થી અનુસ્નાતક સુધીના ઉચ્ચ ગુણ સાથે ઉર્તિણ થયેલા તેજસ્વી તારલાઓ નુ સન્માન મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો દ્રારા કરવામા આવ્યુ હતુ તો સમારંભ ના અધ્યક્ષ તરીકે નારણભાઇ કોદરભાઇ રાઠોડ , પ્રમુખ અમૃતભાઇ મગનલાલા કાપડીયા , મંત્રી કુમુદચંદ્ર નટવરલાલ રાઠોડ સહિત સમાજ ના આગેવાનો , હોદ્દેદારો ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા