
પ્રાંતિજ નેશનલ હાઇવે ઉપર થી એકજ મહિનામા બે ટ્રેક્ટર-ટ્રેલર ચોરાયા
– ટ્રેક્ટર-ટ્રેલર ચોરોને ઝડપી પાડવાની માંગ સાથે ટ્રેક્ટર માલિક વણઝારા સમાજ ના લોકો પોલીસ સ્ટેશન દોડી આવ્યા
– દોડી આવેલ વણઝારા સમાજ ના લોકો દ્રારા ટ્રેક્ટર ચોર ને ઝડપી લઈ ટ્રેક્ટર-ટ્રેલર પરત આપવા માંગ
– એકજ મહિના મા ટ્રેક્ટર ચોર એકજ માલિક ના બે ટ્રેક્ટર-ટ્રેલર ચોરી ગયા
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી
– ટ્રેક્ટર-ટ્રેલર ચોર શોપિંગ મા લાગેલ સીસીટીવી કેમેરા મા કેદ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નેશનલ હાઇવે -૪૮ ઉપર થી રાત્રીના પાર્ક કરેલ એકજ મહિના મા બે ટ્રેક્ટર-ટ્રેલર સાથે ચોરાતા ટ્રેક્ટર માલિક તથા વણઝારા સમાજ ના લોકો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને ટ્રેક્ટર ચોરો ને ઝડપી પાડવા માંગ કરી હતી




પ્રાંતિજ નેશનલ હાઈવે-૪૮ ઉપરથી એકજ મહિના મા બે ટ્રેક્ટર-ટ્રેલર રાત્રીના પાર્ક કરેલ ચોરાતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા રજુઆત કરવા ટ્રેક્ટર માલિક તથા વણઝારા સમાજ ના લોકો પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને પોલીસ સ્ટેશન આગળ બેસીગયા હતા અને ટ્રેક્ટર ચોરો ને ઝડપી પાડવામાંગ કરી હતી તો પ્રાંતિજ પોલીસ અને સમાજ ના આગેવાનો દ્રારા સમજાવટ બાદ મામલો થારે પડયો હતો તો વણઝારા સમાજ ના લોકોએ જણાવ્યુ હતુ કે ૨૪ કલાક મા ટ્રેક્ટર ચોરોને ઝડપી પાડવામા નહી આવેતો ફરી ટ્રેક્ટર માલિક સહિત સમાજ ના લોકો પોલીસ સ્ટેશન ખાતે આવી ને પોલીસ સ્ટેશન આગળ બેસી જશે તેવી ચીમકી ઉચ્ચારી હતી તો તારીખ ૧૩|૬|૨૦૨૫ ના રોજ નેશનલ હાઈવે-૪૮ ઉપરથી રાત્રીના પાર્ક કરેલ ભરતભાઇ ઇન્દુજી વણઝારા નુ ટ્રેક્ટર-ટ્રેલર ની ચોરી થઈ હતી અને ફરી ૧૮|૭|૨૦૨૫ એકજ મહિના મા રાત્રીના શોપિંગ આગળ પાર્ક કરેલ ફરી ભરતભાઇ ઇન્દુજી વણઝારા નુજ ટ્રેક્ટર-ટ્રેલર ચોરી થતા ટ્રેક્ટર માલિક સહિત વણઝારા સમાજ ના લોકો ટ્રેક્ટર ચોર ને ઝડપી પાડવા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા ટ્રેક્ટર ચોરો ને ઝડપી પાડવામા આવે તેવી રજુઆત કરી તો ટ્રેક્ટર ટ્રેલર ચોરી કરવા આવેલ ટ્રેક્ટર ચોર શોપિંગ મા લાગેલ સીસીટીવી કેમેરા મા કેદ થયા છે તો પ્રાંતિજ પોલીસ દ્રારા સીસીટીવી ફૂટેજ ને લઈ ને આગળની તપાસ હાથ ધરી છે
જીલ રાવલ સાબરકાંઠા