fbpx

સૌરાષ્ટ્રમાં 38 ધારાસભ્યો, 9 સાંસદોએ સ્માર્ટ મીટર લગાવ્યા નથી, લોકોને સલાહ આપે છે

Spread the love
સૌરાષ્ટ્રમાં 38 ધારાસભ્યો, 9 સાંસદોએ સ્માર્ટ મીટર લગાવ્યા નથી, લોકોને સલાહ આપે છે

ગુજરાતમાં 2024થી સ્માર્ટ મીટરની યોજના લાગૂ કરી દેવામાં આવી છે છતા હજુ ઠેર ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ થઇ રહ્યો છે. લોકો આને સ્વીકારવા તૈયાર થતા નથી. સ્માર્ટ મીટરને પ્રી પેઇડને બદલે પોષ્ટ પેઇડ કરી દેવામાં આવ્યા છતા લોકો વિરોધ કરે છે.

સૌરાષ્ટ્રમાં PGVCLએ ઘણી જગ્યાએ સ્માર્ટ મીટર લગાવ્યા છે. જો કે, સવાલ એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હજુ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવતા નથી.

PGVCLના કહેવા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છના 6 લોકસભા સાંસદ, 3 રાજ્યસભા સાંસદ અને 38 જેટલા ધારાસભ્યોએ તેમના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા નથી અને લોકોને સ્માર્ટ મીટરની સુફિયાણી સલાહ આપી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ચૂંટાયેલા પ્રતિનિધીઓના ઘરે સ્માર્ટ મીટર લાગે તો તેમને ખબર પડશે કે કેટલી મુશ્કેલી પડે છે.

error: Content is protected !!