

એમ.ટી.બી. આર્ટ્સ કોલેજ, સુરતમાં સેન્ટ્રલ હોલમાં ‘ગુરુપૂર્ણિમા’ ના પાવન પ્રસંગે કોલેજમાંથી નિવૃત્ત 11- સારસ્વતોનું સન્માન-પૂજનનું આયોજન થયું હતું.
કોલેજમાંથી નિવૃત્ત થયેલ મનોવિજ્ઞાન વિભાગના પૂર્વ અધ્યક્ષ, આચાર્ય તથા વીર નર્મદ યુનિ.ના પૂર્વ કુલપતિ ડો. બી.એ. પરીખ તથા પ્રા.ડો. ભારતીબેન વ્યાસ, ઈતિહાસ વિભાગના પૂર્વ અધ્યક્ષ પ્રા. ડો. મોહનભાઈ મેઘાણી, અંગ્રેજી વિભાગના પૂર્વ અધ્યક્ષ તથા એમ.ટી.બી. આર્ટ્સ કોલેજના પૂર્વ આચાર્ય ડો. ઘનશ્યામ સનાઢયા તથા પ્રા.ડો. સ્વાતિ મહેતા, ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષઓ પ્રા.ગીતાબેન કિકાણી, ડો. વિજય શાસ્ત્રી, ડો. શરીફા વીજળીવાળા, ડો. રેખા ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતાં. આ સર્વ પૂજનીય ગુરુજનોનું કોલેજના વર્તમાન સમયના અધ્યાપકઓએ શાલ ઓઢાડી, વંદન કરી સન્માન કર્યુ હતું.

કોલેજના ઈ.ચા. આચાર્ય ડો.રુદ્રેશભાઈ વ્યાસે સર્વ પૂજય ગુરુજનોને ઉમળકાથી આવકારી, ભારતીય સંસ્કૃતિમાં ગુરુ-શિષ્ય પરંપરાનું મહાત્મ્ય સદ્રષ્ટાંત દર્શાવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થિની કુ. રાજલક્ષ્મીએ ‘પ્રાર્થના ગાન’ અને કોલેજના મનોવિજ્ઞાન વિભાગના સંશોધનાર્થી દિવ્યેશ એ.પટેલે મધુર સૂરમાં ‘ગુરુવંદના’નું ભાવગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ પ્રા. ડો. ભાવનાબહેન ચાંપાનેરીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન કોલેજના પૂર્વ વિદ્યાર્થિની રશ્મિ ઝા એ કર્યું હતું. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. એમ.ટી.બી. આર્ટ્સ કોલેજ પરિવારના સર્વ સભ્યઓની સક્રિયતાથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.
