

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 15 દિવસથી જેલમાં બંધ છે. ભાજપના તાલુકા પંચાયત પ્રમુખે નોંધાવેલી ફરિયાદને આધારે 5 જુલાઇએ પોલીસે ધરપકડ કરી હતી. નીચલી કોર્ટ અને સેશન્સ કોર્ટે ચૈતર વસાવાના જામીન નામંજૂર કર્યા હતા. હવે આમ આદમી પાર્ટીએ ચૈતરના જામીન મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખટાવ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો અને સુનાવણીની તારીખ 5 ઓગસ્ટ જાહેર કરવામાં આવી છે. મતલબ કે હજુ વધુ 15 દિવસ માટે ચૈતર વસાવાએ જેલમાં રહેવું પડશે.
બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 23 અને 24 બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને 24 તારીખે ડેડિયાપાડામાં જાહેરસભા કરવાના છે.