

અમૂલ ડેરીનું માર્કેટીંગ કરતી ગુજરાત કો. ઓ. મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન તરીકે અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે ગોરધન ધામેલિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. હાલના ચેરમેન શામળ પટેલ અને વાઇસ ચેરમેન વાલમજી હુંબલનો કાર્યકાળ પુરો થવાને કારણે નવી કમાન સોંપવામા આવી છે.
અશોક ચૌધરી 2021થી દુધસાગર ડેરીના ચેરમેન હતા અને તેમનો તાજેતરમાં એક વિવાદ પણ સામે આવ્યો હતો. દુધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે આરોપ લગાવ્યો હતો કે ચેરમેન અશોક ચૌધરીએ તેમને બોર્ડની મિટીંગમાં લાફો માર્યો હતો.
અમૂલ ડેરીનું વર્ષ 2024-25નું ટર્નઓવર 90,000 કરોડ રૂપિયા થયું હતું. 1973માં વર્ગીસ કુરિયને ગુજરાત કો. ઓ. મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની સ્થાપના કરી હતી.તેઓ 2006 સુધી ચેરમેન રહ્યા હતા.