fbpx

ગૃહ મંત્રાલય દ્વારા ઇમિગ્રેશન નિયમોમાં સુધારો કરાયો, વિદેશથી આવતા લોકો પર હવે કડક નજર રહેશે

Spread the love

ગૃહ મંત્રાલય દ્વારા ઇમિગ્રેશન નિયમોમાં સુધારો કરાયો, વિદેશથી આવતા લોકો પર હવે કડક નજર રહેશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઇમિગ્રેશન અને વિદેશી નિયમો, 2025માં એક મોટો ફેરફાર કર્યો છે, જેનો હેતુ ભારતમાં વિદેશી નાગરિકોની પર દેખરેખ રાખવા અને ઇમિગ્રેશન પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવાનો છે. નવા નિયમો હેઠળ, ભારતમાં આવતા વિદેશી નાગરિકોએ તેમના વિઝાની મુદત પૂરી થયા પછી પણ રોકાવું હોય તો તેમણે તે સમયમર્યાદા પુરી થાય તે પહેલાં નોંધણી કરાવવી પડશે.

Immigration-Rules-20261

ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા G.S.R. 424(E) અધિસૂચના અનુસાર, ઇમિગ્રેશન અને વિદેશી નિયમો, 2025માં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર, 180 દિવસ કે તેથી ઓછા સમયના વિઝા પર ભારતમાં આવતા અને તેમના વિઝાની મુદત પૂરી થયા પછી પણ દેશમાં રહેવા માંગતા વિદેશી નાગરિકોએ હવે તેમના 180 દિવસના વિઝા સમયગાળાની મુદત પૂરી થાય તે પહેલાં કોઈપણ સમયે તેમની સત્તાવાર નોંધણી પૂર્ણ કરવાની રહેશે. મોડી નોંધણીને ફક્ત અમુક ચોક્કસ કટોકટીની પરિસ્થિતિઓમાં જ મંજૂરી આપવામાં આવશે.

Immigration-Rules-20262

મંત્રાલયે નિયમોમાં સુધારો કર્યો છે અને ભારતીય માતાપિતાના બાળકો માટે ખાસ નાગરિકતા જોગવાઈઓ ઉમેરી છે. જો કોઈ બાળક ભારતમાં રહેતા હોય ત્યારે બીજા દેશનું નાગરિકત્વ મેળવે છે, તો માતાપિતાએ 30 દિવસની અંદર નોંધણી અધિકારીને જાણ કરવી આવશ્યક છે. આ ઉપરાંત, અપીલ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવી છે.

photo_2026-06-02_14-36-49

વિદેશી નાગરિકો પર લાગુ પડતા જૂના નિયમો હેઠળ, આ સિસ્ટમ ઘણી રીતે અલગ હતી. આ પહેલા, ભારતમાં આવતા વિદેશી નાગરિકોને તેમના 180 દિવસના રોકાણની મુદત પૂરી થયા પછી પણ, આગામી 14 દિવસની અંદર નોંધણી કરાવવાની કાયદેસર રીતે પરવાનગી આપવામાં આવતી હતી. આ પ્રક્રિયા હવે પુરી રીતે બંધ કરી દેવામાં આવી છે.

ગૃહ મંત્રાલય દ્વારા નિયમોમાં કરવામાં આવેલા આ મોટા ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં આવતા વિદેશી નાગરિકોની હાજરીની દેખરેખને સુવ્યવસ્થિત કરવાનો છે. તેનો હેતુ સમગ્ર ઇમિગ્રેશન પ્રક્રિયાને વધુ ડિજિટલી અને વહીવટી રીતે કાર્યક્ષમ અને પારદર્શક બનાવવાનો પણ છે, જેથી કરીને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

Leave a Reply

error: Content is protected !!