fbpx

પ્રાંતિજ ના તાજપુર કુઈ પાસે રેતી ભરેલ ડમ્પર ચાલકે બાઇક ચાલક ને અડફેટે લીધો

Spread the love


પ્રાંતિજ ના તાજપુર કુઈ પાસે રેતી ભરેલ ડમ્પર ચાલકે બાઇક ચાલક ને અડફેટે લીધો
– જીવલેણ ઈજાઓ પોહચતા બાઇક ચાલક ને સારવાર હેઠળ ખસેડવામા આવ્યો
– ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર મુકી ધટના સ્થળે થી ભાગી ગયો


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના તાજપુર કુઈ પાસે રેતી ભરેલ ડમ્પર ચાલકે બાઇક ચાલક ને અડફેટે લઇ શરીરે જીવલેણ ઇજાઓ પોહચાડતા બાઇક ચાલક ને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો


   પ્રાંતિજ ના તાજપુર કુઈ પાસે રોગ સાઇડ મા રેતી ભરેલ ડમ્પર ચાલક GJ12 BV6724 પોતાનુ ડમ્પર ફુલ ફાસ્ટ હંકારી લાવી રોડ ની સાઇડ મા બાઇક લઇ ને જઇ રહેલ બાઇક નંબર GJ09DSOO61 લઈ ને જઈ રહેલ અરવિંદસિંહ બળવંતસિંહ રાઠોડ રહે બોરીયા સીતવાડા ને ટક્કર મારતા તેવો બાઇક સાથે નીચે પટકાયા હતા અને તેવોને માથાના ભાગે હાથે પગે શરીરે જીવલેણ ઇજાઓ પોહચી હતી તો અકસ્માત ને લઈ ને લોકો આજુબાજુમા થી દોડી આવ્યા હતા અને ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી અને ઇજા ગસ્ત બાઇક ચાલક અરવિંદસિંહ રાઠોડ ને પ્રાંતિજ સિવિલ ખાતે ખસેડવામા આવ્યા હતા અને ત્યાથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા તો અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનુ ડમ્પર મુકી ધટના સ્થળે થી ભાગી ગયો હતો તો પ્રાંતિજ સહિત તાલુકામા આવેલ સાબરમતી નદી માંથી બે ફામ ખનીજચોરો ખનીજ વિભાગ ના અધિકારીઓ સાથે લેતીદેતી કરી રાત્ર-દિવસ બેરોકટોક રેતી ચોરી વગર પાસ પરમીટ વગર અને ઓવરલોડ રાત્ર દિવસ રોડ ઉપર ડમ્પરો દોડી રહ્યા છે તો અને સાબરમતી નદી માંથી જેસીબી મશીન તથા નાવડાથી સફેદ ધનની ચોરી કરાય છે ત્યારે સત્વરે તપાસ કરવાની લોકમાંગ પણ ઉઠવા પામી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!