fbpx

પ્રાંતિજ શહેર બન્યુ ગોકુળ્યુ ગામ

Spread the love

પ્રાંતિજ શહેર બન્યુ ગોકુળ્યુ ગામ
– ભાંખરીયા બસસ્ટેન્ડ , બજારચોક સહિત ના વિસ્તાર મા રખડતા પશુઓનો ત્રાસ વધ્યો
– પ્રાંતિજ પાલિકા કુંભકર્ણ નિંદ્રા મા
– બજાર તથા રોડ વચ્ચે અડીંગો જમાવી બેસે છે પાલિકા ના આંખે પાટા
– અંદર-અંદર ખાબકતા વાહનો ઉપર જઇ ચડે છે


       


સાબરકાંઠા જિલ્લાનુ પ્રાંતિજ શહેર બન્યુ ગોકુળ્યુ ગામ જાય જુવો ત્યા રખડતા પશુઓનો ત્રાસ વધ્યો રખડતી ગાયોને લઈ ને રોજ બરોજ ના બનાવો છતાંય પ્રાંતિજ પાલિકા કુંભકર્ણ નિદ્રામા હોય તેવુ હાલતો સ્પષ્ટ પણે લાગી રહ્યુ છે

પ્રાંતિજ ખાતે છેલ્લાં કેટલાંક દિવસોથી ભાખરીયા બસ સ્ટેશન  , શાકમાર્કેટ  , ત્રણ રસ્તા  , એપ્રોચરોડ  , બજારચોક રેલવેસ્ટેશન , નાનીભાગોળ , નેશનલ હાઇવે ૪૮ વિવિધ વિસ્તારોમાં સવાર સાંજ રોડ ની વચોવચ રખડતી ગાયો અડીંગો જમાવી ને બેસે છે તો કેટલીક વાળતો એકબીજા સાથે બાખડતા  વાહનો ઉપર જઇ પડે છે તો વાહન ચાલકો ને મોટી નુકાશાની વેઠવાનો વારો આવે છે તો કેટલીકવાર તો રોડ ઉપર થી પ્રસાર થતાં અચાનક ગાય કુદી આવતાં વાહન ચાલકો જમીન માપતા પણ થાય છે અને વાહન ચાલકો ને શરીરે ઇજાઓ પોહચે છે તો અવર નવર પાલિકા માં રજુઆતો છતાં પ્રાંતિજ પાલિકા ની ઉગ ઉડતી નથી   જેથી હાલતો જાણે પાલિકા કુંભકર્ણ નિદ્રા માં હોય તેવું લાગી રહ્યું છે તો રોડ વચ્ચે ગાયો બેસી રહી હોવાથી ટ્રાફિક ની પણ સમસ્યા મા વધારો થાય છે તો વરસાદ ની સીઝન ને લઈ ને રાત્રીના સમયે ઝરમર ઝરમર વરસાદ પડતા ગાયો દુકાનો આગળ ઓટલા કે દુકાન ના શટલ આગળ શોપીંગો , કોમ્પલેક્ષો મા જતી રહે છે અને આખી રાત બેસી રહીને પોદલા પાડી ને ગંદકી કરે છે તો વેપારીઓ ને સવારે દુકાન ખોલતા પહેલા અડધો કલાક પડેલા પોદલા સાફ કરવામા જાય છે તો નગરજનો વેપારીઓદ્વારા અનેકવાર રજુઆતો કરવા છતા પ્રાંતિજ નગરપાલિકા ને કાંઈજ ફરક પડ્યો નથી તો બીજીબાજુ કોઇ જાનહાની થાય તેવી રાહ જોવાતી હોય તેવું હાલતો લાગી રહ્યું છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!