

સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષા અને ધમકીઓ આપવા માટે કુખ્યાત કિર્તી પટેલની જ્યારે 17 જૂને સુરત પોલીસે ધરપકડ કરી ત્યારે પોલીસ સ્ટેશનમાં રૂઆબ ભેર આવી અને પોલીસ સ્ટેશનમાં હસતી ઉભી રહેલી કિર્તીને હસવાનું ભારે પડી ગયું છે.
કિર્તીની જ્યારે ધરપકડ થઇ તેના બે દિવસ પછી અમે એક વીડિયો બનાવીને કહ્યું હતું કે, કિર્તી એક મહિના પહેલા જેલમાંથી બહાર આવી શકે તેમ નથી.
કિર્ટી પટેલ જેલમાંથી બહાર આવવાના હવાતિયાં મારી રહી છે, પરંતુ કોર્ટે તેના બે વખત જામીન નામંજૂર કરી દીધા છે. કિર્તીની સામે ગુજરાતમાં 10 ગુના નોંધાયા છે એટલે જેલમાંથી બહાર આવવું મુશ્કેલ છે. એક કેસમાં છુટશે તો બીજા કેસમાં અંદર જશે.
