

તાજેતરમાં અનિલ અંબાણીની કંપનીની લોનને SBIએ ફ્રોડ લોન જાહેર કરી હતી એ મુશ્કેલીમાંથી અનિલ અંબાણી બહાર આવ્યા નહોતા તેવામાં ગુરુવારે EDના અધિકારીઓએ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની 50 કંપનીઓ પર સાગમટે દરોડા પાડ્યા હતા. દિલ્હી, મુંબઇ સહિત કુલ 35 સ્થળોઓ EDના અધિકારીઓ પહોંચી ગયા હતા.
EDના આ દરોડા .યસ બેંકમાંથી રિલાયન્સ ગ્રુપે 3000 કરોડની લોન છેતરપિંડી કેસ સંબંધી હતા. EDએ કહ્યું કે બેંકના રૂપિયાનો દુરપયોગ કરવાનો આ એક સુઆયોજિત પ્લાન હતો. બેંકો, શેરધારકો, રોકાણકારોને ખોટી માહિતી આપીને રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. નકલી કંપનીઓમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
લગભગ 2019નો આ કેસ છે તો આટલા વર્ષ પછી દરોડા કેમ પડ્યા? જાણકારોના કહેવા મુજબ એ તો આ હાઇ પ્રોફાઇલ કેસ હતો અને નાણાકીય ગરબડની તપાસમાં ખાસ્સો સમય ગયો હતો.

