

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો છે. સોનાના છપ્પરફાડ ભાવ હોવાને કારણે નાના લોકો માટે સોનાની ખરીદી કરવી મુશ્કેલ થઇ ગઇ છે. આનો ઉકેલ લાવવા માટે કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે.
અત્યાર સુધી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)ના હોલમાર્કિંગમાં 14 કેરેટ, 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટના ઘરેણાં માટે જ હોલમાર્ક ફરજિયાત હતું. પરંતુ સરકારે હવે 9 કેરેટ સોના માટે પણ હોલમાર્કિંગ ફરજિયાત કરી દીધું છે. આનો મતલબ એ છે કે જે લોકોને 1 લાખ રૂપિયાનું સોનું ખરીદવું ન પરવડે તે 9 કેરેટ સોનાની ખરીદી કરી શકે. કારણકે હોલમાર્કને કારણે વિશ્વસનીયતા વધી જશે. 9 કેરેટ સોનામાં આધુનિક ડિઝાઇનો પણ મળતી હોય છે.
