fbpx

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

Spread the love
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025ના દિવસે રત્નકલાકારો માટે સહાય યોજનાની જાહેરાત કરી હતી. જેના માટે 23 જુલાઇ 2025નો અંતિમ દિવસ રાખવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 300 સ્કુલો માટે કુલ 55000 રત્નકલાકારોના 65000 ફોર્મ ભરાયા છે. આ આંકડો સુરતનો છે.

 હવે આ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુરત ડાયમંડ એસોસિએશનને મોકલશે એ પછી એસોસિયેશન રત્નકલાકારોના ફોર્મમાં જે કંપનીનું નામ લખ્યું હશે એ કંપનીમાં વેરિફેશન કરશે અને એ પછી એક સ્ક્રુટીની કમિટી મળશે જે ફાઇનલ આંકડો નક્કી કરશે.

જો કે, જે પ્રમાણે એવું કહેવાતું હતું કે, સુરતમાં 5 લાખથી વધારે રત્નકલાકારો કામ કરે છે તો તેની સરખામણીએ એવું કહી શકાય કે માત્ર 10 ટકા રત્નકલાકારો જ બેરોજગાર છે.

error: Content is protected !!