

કર્ણાટકની કોંગ્રેસ સરકારે હાઇરાઇઝ્ડ બિલ્ડીંગો પર 1 ટકા ફાયર સેસ તરીકે નવો ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે.સરકારનું કહેવું છે કે, શહેરી વિસ્તારોમાં ફાયર અને ઇમરજન્સી સેવાઓને શ્રેષ્ઠ બનાવવા માટે સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો છે.
કેબિનેટે કર્ણાટક ફાયર ફોર્સ એક્ટ 1964માં સુધારો કરવાની પણ મંજૂરી આપી દીધી છે. આગમી વિધાનસત્રા સત્રમા આ સુધારેલા કાયદાનું બિલ રજૂ કરવામાં આવશે. નવો ટેક્સ પ્રોપર્ટી ટેક્સની સાથે લેવામાં આવશે.
ગુજરાતમાં આવો કાયદો લાવવામાં આવે તો વિરોધ થશે, કારણકે, સરકાર ટેક્સ પેટે ઘણી બધી રકમ વસુલે છે એટલે ફાયર સેફ્ટી માટે અલગ ટેક્સની જરૂર ન હોવી જોઇએ.
ગુજરાતમાં ઘણી હાઇરાઇઝ્ડ બિલ્ડીંગોમાં આગને ઠારવાના પુરતા સાધનો નથી.
