

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ઘોંચમાં પડ્યો છે. આ પ્રોજેક્ટમાં 1297 રોકાણકારો સાથે 1000 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ છે.

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ આ પ્રોજેક્ટ 2024માં પુરો થવાનો હતો, પરંતુ બિલ્ડરે 3 મહિનાથી ગિફ્ટ સિટીની ઓફિસ બંધ કરી દીધી છે અને રોકાણકારો હવે ધક્કા ખાઇ રહ્યા છે. સરકારે 4 ટાવર માટે જમીન લીઝ પર આપી હતી.
જો કે કંપનીએ તાજેતરમા જ RERAને લેખિતમા જણાવ્યુ હતું કે, કંપનીની આર્થિક સ્થિતિ એટલી હદે કથળી ગઇ છે કે ટાવરનું નિર્માણ આગળ વધારી શકાય તેવી કોઇ ક્ષમતા નથી. સરકારે પણ ટાવર B અને Cની લીઝ રદ કરી દીધી છે. અત્યારે રોકાણ કરનારા ફસાઇ ગયા છે.
