
-copy21.jpg?w=1110&ssl=1)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં બ્રિટનના પ્રવાસે ગયા હતા અને ત્યાં તેમણે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના સત્તાવાર PM હાઉસ પર ચાય પે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના બંગલે જે ચાવાળાએ બંને પ્રધાનમંત્રીને ચા પીવડાવી હતી તે યુવક મૂળ ગુજરાતનો છે. PM મોદીએ જ્યારે સોશિયલ મીડિયા પર ચા પીતી તસ્વીરો શેર કર્યા પછી આ ગુજરાતી યુવક રાતોરાત દુનિયાભરમાં ફેમસ થઇ ગયો છે.એનું નામ અખિલ પટેલ છે.

લોકો એ જાણવા માંગે છે કે આ અખિલ પટેલ કોણ છે? અખિલ પટેલના દાદી 50 વર્ષ પહેલાં લંડન શિફ્ટ થઇ ગયા હતા અને અખિલ પટેલનો જન્મ અને ભણતર UKમાં જ થયું હતું. એક ભારતમાં ટ્રાવેલ કરતા વખતે અખિલે હિમાચલમાં મસાલા ચા પીધી અને તેણે લંડનમાં મસાલા ચા વેચવાનું શરૂ કર્યું, આજે લંડન યાયવાલા તરીકે અખિલ ફેમસ છે અને તેણે આમલા ચા નામની બ્રાન્ડ બનાવી છે.
